#આક્રમણ
તારી નજરો એ કઈ એમ આક્રમણ કર્યું મારા પર
કે એ આંખો ના સમુદ્ર માં હું ડૂબી ગઈ
તારી નિર્દોશતા એ કઈ એમ આક્રમણ કર્યું મારા પર
કે તારા એ જૂઠ ના દલદલ માં પણ હું ઘુસતી ગઈ
તારી વાતો ની માયા એ કઈ એમ આક્રમણ કર્યું મારા પર
કે તારી બનાવટી દુનિયા માં ડગલાં હું ભરવા લાગી
તારી એ મીઠી મુસ્કાન એ કઈ એમ આક્રમણ કર્યું મારા પર
કે પુષ્પ સમી તારી મુસ્કાન માં હું ભ્રમિત થઇ ગઈ
તારી શરીર ની એ સુવાસ એ કઈ એમ આક્રમણ કર્યું મારા પર
કે વરસાદ ની ભીની માટી સમી તારી સુવાસ માં હું મોહિત થઇ ગઈ
તારા સંપૂર્ણ જીવ એ કઈ એમ આક્રષણ કર્યું મારા પર
કે આત્મા ને મોક્ષ મળ્યો હોય તેમ હું જીવતી થઇ ગઈ
-પર્લ મહેતા