અઢળક છે જવાબદારી ના બોજા
હું નથી મળી શકતી મનેજ
તો એકરૂપ તો કોની સાથે થઇ શકાય!!
છતાય જો મોકો મળે તો
એકરૂપ થવું છે શેરી માં રમતા બાળકો સાથે
આકાશ માં ઉડતા પક્ષીઓ સાથે
ઝરણાં માં ઉઠતા તરંગો સાથે
અને
ભીની માટી માંથી વહેતી સુગંધ સાથે
એકરૂપ થવું છે કાન્હા ની વાંસળી ના સૂર સાથે
#એકરૂપ