જિંદગીના રંગમંચ પર અભિનય
અભિનય જિંદગીના રંગમંચ પર એવો કરી જવો છે,
જીવવું છે શાનથી ને અલગ મોભો કરી જવો છે.
દુઃખને દિલાશા દઈને દ્વાર દેખાડી દેવું છે જવાનું,
ને સુખને આવવા સરળ સુગમ રસ્તો કરી જવો છે.
ચપટી સબંધોની ઓથે અડીખમ ઊભા રહેવું છે,
ને તોય સ્નેહીઓને લાગણીનો ખોબો ભરી જવો છે.
વાગોળતા રહેવું છે ભવ્ય સોનેરી ભૂતકાળનની યાદી
ને ભવિષ્યમાં કોઈ નવતર ઈતિહાસ રચી જવો છે
શ્વાસનું બંધન છે ત્યાં સુધી બંધનની મજા લેવી છે,
ને અંતિમવેળાએ જગતની આંખે દરિયો ભરી જવો છે.
-ડૉ.સરિતા(માનસ)