માં--બ્રહ્મચારિણી)💐 મંત્ર-(दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलु |
देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा ||) નવરાત્રીના પર્વના બીજા દિવસે નવદુર્ગાનાં બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાધકો આ દિવસે પોતાના મનને માતાજીના ચરણોમાં સમર્પિત કરે છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી. આમ બ્રહ્મચારિણી અર્થાત તપનું આચરણ કરનારી માતા. એમના જમણા હાથમાં જપ કરવાની માળા તેમ જ ડાબા હાથમાં કમંડળ રહેલું હોય છે.
શક્તિ
આ દિવસે સાધકો કુંડલિની શક્તિને જાગ્રત કરવા માટે પણ સાધના કરે છે. આ શક્તિ જાગ્રત થવાથી સાધકનું જીવન સફળ થઇ શકે અને એની સામે આવનારા કોઇપણ પ્રકારનાં વિઘ્નોનો સામનો આસાનીથી કરી શકે. એવી ધાર્મિક માન્યતા સાધકોમાં રહેલી છે.