*મારુ બાળપણ ક્યાંક ખોવાઈ ગયું*

સપનું ભાળ્યું આજ મેં અતીતનું, જોયું કે મારુ બાળપણ ક્યાંક ખોવાઈ ગયું;

સમય ગોત્યો મેં એ ક્યાં ગયો, જોયું કે મારુ બાળપણ ક્યાંક ખોવાઈ ગયું.



પેલી પચ્ચીસ પૈસાની પીપરનો સ્વાદ ન જડ્યો મને આજની ડેરી મિલ્કમાં;

ખુબ શોધી એને મેં ગલ્લે ગલ્લે પણ, જોયું કે મારુ બાળપણ ક્યાંક ખોવાઈ ગયું.



લાલ શેતુરને કાળા થતા જોયા અને ખાધા'તા ઝાડ નીચેના હિંડોળામાં;

જડ્યો ના મને સ્વાદ સ્ટ્રોબેરીમાં એનો, જોયું કે મારુ બાળપણ ક્યાંક ખોવાઈ ગયું.



ડેલીએ પડ્યો'તો સાદ મારા ભેરુ નો, ને દોડ્યો'તો હું સાતતાળી ને હુતુતુ રમવા;

ન મળી મને એ મજા વીંખતા વિડિઓગેમ, જોયું કે મારુ બાળપણ ક્યાંક ખોવાઈ ગયું.



યાદ આવે છે મને હરેક પળ એ બાળપણ, તો થાય છે લીસોટો આંસુનો મારા ગાલ પર;

ના લાવી શક્યો એ સ્મરણ હું પાછા મારા જીવનમાં, જોયું કે મારું બાળપણ ક્યાંક ખોવાઈ ગયું.

- વિજેતા મારુ (વિરાન)

Gujarati Poem by Vijeta Maru : 111627193

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now