Shailesh Joshi લિખિત વાર્તા "પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19903226/favorite-raj-a-love-story-connected-to-the-ground-by-flying-in-the-air-1
હયાત કે આવી પડેલ વિપરીત સમય,
એ થોભવનો, વિચારવાનો કે પછી કંઈક જતું કરવાનો ઈશારો છે.
જો આ ત્રણમાંથી કંઈ કર્યા સીવાય કોઈ પગલું ભરીશુ, તો એ ભરેલ પગલું નિઃસંકોચ આપણને પાછળ લઈ જશે.
ને પછી
આપણા જીવનમાં, આગળ આવવા વાળા
સારા સમય અને આપણી વચ્ચે આજીવન એક દીવાલ ઊભી કરી દેશે.
એક એવી દીવાલ, કે જે દીવાલની પેલી બાજુ આપણે આપણો સારો સમય જોઈ શકીશું,
પરંતુ, એને પામી નહીં શકીએ.