મારે પતંગની જેમ જીંદગી જીવી જાણવી છે
સંબંધની કાચી દોરીને પ્રેમરૂપી માનઝો પાવી દેવો છે
સંસારરૂપી પતંગને ચડતી-પડતીથી બચાવી લેવો છે
અને એજ પતંગને ખુલ્લાં ગગનમાં ઉન્મુક્ત ઉડાવી લેવો છે
ક્યારેક ઢીલ તો વળી ક્યારેક ખેંચતાણ કરી જીંદગીની બાજી મારી લેવી છે
“લપેટ...લપેટ..” ની ચિચિયારીઓ વચ્ચે દોરી અડીખમ પકડી રાખવી છે
મારે પતંગની જેમ...