અરે તું કેમ રડી રહી છે? તને એમ હશે કે હું હસું છું છતાં પણ કેમ રડી રહી છે તેવો પ્રશ્નાર્થ તે કેમ કર્યો?
અરે પાગલ હું તને ચહેરા થી ક્યાં ઓળખું છું હું તો તારા પ્રત્યેક શબ્દો જે હૈયામાંથી નીકળી લાગણીઓની શાહી થી મારા હદય પર આજીવન છપાઇ જાય છે.
તારા હાસ્ય માં જે રૂદનનો છુપો ધ્વનિ છે જે મારા હૃદયે અથડાઈને પડઘો પાડે છે એ પડઘા નો ધ્વનિ મને ક્યાં તારી સાથે હસવા દે છે!!