🔥#OnlyThink 🔥 #trytounderstand 🔥
ફરિયાદ કે બકવાસ ? (Complaint or Nonsense?)
"છોડ, તું ક્યારેય મને નહીં સમજી શકે "
"મેં કેટકેટલું કર્યું છે તારા માટે, પણ અફસોસ કે તું મને નહીં સમજી શકે"
જીવનભરની છે આ ફરિયાદ કે બસ મને કોઇ સમજતું નથી,
બહું સાંભળવાં મળી છે આ વાત કે બસ મને કોઇ સમજતું નથી,
સત્ય કહું તો, વિચાર્યા વગરનો નર્યો બકવાસ છે આ વાત કે મને કોઇ સમજતું નથી.
કરેલા ઉપકારનો બદલો મેળવવાંની લાલસા છે આ વાત કે મને કોઇ સમજતું નથી.
જવાબ સાથે જ પૂછે છે તું, તારા બધા જ સવાલ અને કહે છે કે મને કોઇ સમજતું નથી!
પૂછવો જ હોય તો એવો સવાલ પૂછ જેનો ખરેખર નથી તારી પાસે કોઇ જવાબ,
છુટવું જ હોય આ ફરિયાદથી તો શોધ વગર જવાબનો એક સવાલ,
જો મળે તો ઠીક બાકી તારી આ જ ફરીયાદ ચાલું રાખ કે બસ મને કોઇ સમજતું નથી.
-ચિરાગ કાકડિયા🔥