આતુરતાનો અંત...
પહેલી માર્ચ ૨૦૨૦ સોમવારથી આરંભ.
' જીસ્મ કે લાખો રંગ '
પાંચમી નવલકથા...
‘જીસ્મ કે લાખો રંગ.’ ની પ્રસ્તુતિના પ્રારંભ પૂર્વે....બે શબ્દ.
છેલ્લાં અગિયાર મહિનાના અંતે...પાછળ વળીને પા.. પા.. પગલી કરતાં માંડેલી ટૂંકી સાહિત્યસફર તરફ એક નજર નાખી,
લેખનમાળામાં પોરવેલા એક એક મણકાની ગણતરી કરું તો.. એવી પ્રતીતિ થાય જાણે કે,
૨૬ એપ્રિલ ૨૦૨૦ એ સ્વયંસ્ફૂરણાથી સહજમાં ફૂંટેલા સાહિત્યસર્જનના અંકુરમાંથી એક પરિપૂર્ણ સ્વરૂપે પરિવર્તિત થયેલા પુષ્પ પરિમલ આજે મારા પરિચયનો પર્યાય બની ગઈ છે.
૧. ‘ક્લિનચીટ.’ પ્રથમ નવલકથા. ૨૬ એપ્રિલ- ૨૦૨૦
૨. ‘કહીં આગ ના લગ જાયે.’ બીજી નવલકથા- ૨૪ મે ૨૦૨૦
૩. ‘ઝીંદગી કા નામ દોસ્તી.’ નવલિકા- ૨૮ જુલાઈ ૨૦૨૦
૪. ‘લાલની રાણીનું આધારકાર્ડ.’ ત્રીજી નવલકથા- ૯ ઓગસ્ટ ૨૦૨૦
૫. ‘ હમેં તુમસે પ્યાર ઇતના.’ ચોથી નવલકથા- ૨૭ ઓગસ્ટ
૬. ‘મૃત્યુનું મધ્યાંતર.’- લઘુ નવલકથા- ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૦
૭. ‘લાલી લીલા.’ લઘુ નવલકથા- ૯ ડીસેમ્બર ૨૦૨૦
૮. ‘બડી બિંદી વાલી બંદી.’ લઘુ નવલકથા- ૧૦ જાન્યુઆરી ૨૦૨૧
૯. ‘ભાગ અલ્કા ભાગ.’ ટૂંકી વાર્તા- ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧
૧૦.’ રેડ સિગ્નલ.’ ટૂંકી વાર્તા- ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧
૧૧. ‘જીસ્મ કે લાખો રંગ’ પાંચમી નવલકથા- ૧ માર્ચ ૨૦૨૧ ( આગામી સોમવાથી પ્રારંભ )
'જિસ્મ કે લાખો રંગ’
પાત્ર પરિચય...
આરુષી ઈનામદાર.
દેવ કામત.
વિક્રમ ઈનામદાર.
રોમીલા ચૌધરી.
કંચન અગરવાલ.
કામિની નામદેવ.
પ્રાણજીવન કામળે.
જીગર જાગીરદાર.
વાર્તાની વાત.
કેટલી વાત ? કેવી વાત ?
સૃષ્ટિમાં જેટલાં તન, મન અને ધન એટલી વાત. જેટલી દ્રષ્ટિ તેટલા દ્રષ્ટિકોણ અને જેટલાં દ્રષ્ટિકોણ તેટલા દ્રષ્ટાંત.
Everyone Have Eyes... But Few Have Vision.
બહુ ચવાયેલી અને પ્રચલિત વાત કરતાં કહું કે...
પાણીથી અડધા ભરેલાં ગ્લાસને બન્ને મિત્રોએ જોઇ, તેમના દ્રષ્ટિકોણથી તારણ કાઢતાં પહેલાં એ કહ્યું કે,
‘ગ્લાસ અડધો ભરેલો છે,’
અને બીજાએ કહ્યું કે,
‘ગ્લાસ અડધો ખાલી છે.’
બધાંએ સર્વસંમતિથી સ્વીકાર્યું કે બન્ને યોગ્ય અને સાચા છે. આમાં કોઈ ત્રીજા વિકલ્પને સ્થાન જ નથી.
પણ...ત્રીજો દ્રષ્ટિકોણ સામે આવ્યાં પછી એ વિકલ્પ પણ સૌને શીરાની જેમ આસાનીથી ગળે ઉતરી ગયો..
ત્રીજા દ્રષ્ટિકોણથી જોતાંએ સાબિત થયું કે..
અડધો ગલાસ હવાથી ભરેલો છે.
એટલે... ટૂંકમાં કહું તો.. મારી દ્રષ્ટીએ મારી પાંચમી લઘુનવલ કથા
‘જિસ્મ કે લાખો રંગ’
માં કંઈક આવી વાત છે...
પરપોટો ફૂટયાંના પીડાની વાત....
તરસ્યાં પરબની વાત....
મૃગજળના મોક્ષની વાત....
દરિયા સામે ઝાકળના જીતની વાત....
તરસ પર તરસ આવ્યાંની વાત....
ક્ષણભંગુર સ્નેહના સદીઓની વાત....
વસ્ત્રોને કનડતા તનની વાત....
નીલકંઠના ઝેરના સૌભાગ્યની વાત...
પળેપળ દેવ થતાં પ્રેમની વાત...
અમીરને ડંખતા ઝમીરની વાત...
આગ પ્રગટાવતા હૈયાં હોળીની વાત...
અંનત ચુપકીદી પછીની વાત...
સઘળું કહીને ન કહેવાની વાત...
વર્ષ પહેલાં પાંચ-પચ્ચીસ વાંચકોની અપેક્ષાએ આરંભેલી લેખનયાત્રામાં આજે ૩,૫૦૦ વધુ ફોલોવર્સ, ૧,૫૦,૦૦૦ વ્યુઝ અને ૬૦,૦૦૦ થી વધુ ડાઉનલોડ્સ સાથે જોડાયેલો વિશાળ વાચકવર્ગને મારી આભારી છે મારી સર્જનયાત્રા...
વર્ષ ૨૦૨૧ ના અંત સુધીમા અન્ય ત્રણ નવલકથા આપની સમક્ષ મુકાવનાના બીજ રોપાઈ ગયા છે.
બસ.. આ રીતે અવિઅરત કલમ ચાલતી રહે.. એવા લખવાગ્રસ્ત આશીર્વાદની અભિલાષા સાથે વિરમું..
આભાર..
વિજય રાવલ.