એક શિવ એક જીવ,એક પરમ બ્રહ્મ બ્રહ્માંડ,
તુ નર તુ નારાયણ તુ જ અર્ધ નારેશ્વર શ્રીનાથ,
હિમાચલે બીરાજતો બ્મ બ્મ એ ભેલેનાથ,
કેહવાતો એ પાર્વતી પતિ જય જય કેદારનાથ........
પહેરી દેહે લંગોટી, કંઠે વિટ્યોં કાળો નાગ,
મૂખ મંડળથી નીતરતુ ભોળપણ અથાગ,
જટાધારી વેષ ભભૂતિ, વહેતી ગંગા અનરાધાર,
કેહવાતો એ પાર્વતી પતિ ગંગેશ્ર્વર શ્રીનાથ..........
મહાકાલનો મહિમા જગમાં છે અપરંપાર,
નિલકંઠી,એ નાગેશ્ર્વર અસુરોનો કરતો સંહાર,
મૃત્યુ મૂખેથી ખેંચી લાવતો મૃત્યુંજયનો જાપ,
કેહવાતો એ પાર્વતી પતિ અમૃતાય શ્રીનાથ.........
જગમાં જય જયકાર, ડમરુંનો ડમ ડમ નાદ,
તાંડવ તારુ ધૃજાવતું ત્રિલોક ત્રિશૂલ સંગાથ,
કેહવાતો એ પાર્વતી પતિ ત્રિલોચનાય શ્રીનાથ,
એક શિવ એક જીવ,એક પરમ બ્રહ્મ બ્રહ્માંડ......
🙏જય શ્રીકૃષ્ણ 🙏
✍ડોલી મોદી ' ઊર્જા '
ભાવનગર
-Doli Modi..ઊર્જા