*તું છે તો જ જિંદગી છે.....*
એક પતિ-પત્નીની સાવ સાચી વાત છે. કોલેજમાં હતાં ત્યારે બંનેને પ્રેમ થયો. બંને શરૂશરૂમાં તો સરસ રીતે જીવતાં હતાં. બાદમાં બંને પોતપોતાનાં કામમાં બિઝી થતાં ગયાં. ધીમે ધીમે વાતો કરવાનું પણ ઓછું થઇ ગયું.
પત્નીને આ વાત સમજાઇ. તેણે કામ ઓછું કરી નાખ્યું. પતિને સમય આપવાનું નક્કી કર્યું. એને તો સમય આપવો હતો, પણ પતિ પાસેય સમય હોવો જોઇએ ને!
સમય પણ ખાલી આપવાથી મેળ નથી પડતો, સામેથી પણ સમય મળવો જોઇએ. પતિ સમય આપતો નહોતો.
એક દિવસ પત્નીએ બહુ શાંતિથી ડિવોર્સની માંગણી કરી. બંને ઝઘડે એવા હતાં નહીં. વાતચીત પછી બંનેના ડિવોર્સ થઇ ગયા.
છએક મહિના પછી એક દિવસ પતિ તેની પત્નીને મળવા ગયો, 'તું ગઇ એ પછી થોડો સમય એવું લાગતું હતું કે ભલે ગઇ. હવે હું શાંતિથી કામ કરી શકીશ પણ્ થોડા દિવસમાં જ મને એવું લાગવા માંડ્યું કે, હું ખોટો હતો:
'ઘરે જાઉં ત્યારે મહારાજે ટેબલ પર જમવાનું ગોઠવી રાખ્યું હોય પણ કોઇ આગ્રહ કરીને ખવડાવનારું નથી, 'જો આ મેં બનાવ્યું છે. ચાખ તો, કેવું છે?' એવો સવાલ કરનારું નથી. ઘરે આવીને ઓફિસની વાત કરવાનું મન થાય છે, પણ કોની સાથે વાત કરું? સાચું કહું, આજે મને પ્રમોશન મળ્યું....