પોતપોતાનું ગીત....
ગીત '. સંભળાય એટલે મન હૃદય અને તન
એકચિત્ત થઈ નૃત્ય માટે થનગને.......
પ્રકૃતિ, પ્રણય કે ઈશ ગીતનો આધારસ્તંભ ગમે તે હોય આપે તો શાંતિ અને આનંદ જ........
સુખમાં કે દુઃખમાં, સંભળાતું કે અનુભવાતું, પ્રેમનું સંગીત પોતાના અલૌકિક સૌન્દર્ય ના સ્પર્શથી મનુષ્યને ખરા અર્થમાં મનુષ્ય બનાવે છે.....
ગીત એટલે અંતરાત્માનું સંગીત....
ગીત એટલે અનહદનો સૂર.....
ગીત એટલે પર્વનો પર્યાય.....
ગીત એટલે મૌનનું સંગીત.....
ગીત એટલે ભાવનું અવિરત ઝરણું....
ગીત એટલે સ્વનો આનંદ.....
ગીત એટલે શાંતિની શોધ....
ગીત એટલે કર્ણ ની સાર્થકતા....
ગીત એટલે રચનાની પ્રેરણા....
ગીત એટલે મનની ભીનાશ....
ગીત એટલે ઋતુઓનો અહેસાસ....
ગીત એટલે હૃદયનો રણકાર....
ગીત એટલે સંસ્મરણ ના બેકગ્રાઉન્ડમાં વાગતું સંગીત...,