ઈશ્વર જેવું કંઈક હોય અને એ પ્રસન્ન થઈને કંઈક માગવાનું કહે તો એ વર્ષો પાછાં માંગવાની લાલચ રોકાય નહિ. ભૂલેચૂકે જો એ સમય પાછો મળી જાય તો એનો કૉશેટો બનાવીને એમાં પુરાઈ જવાની પ્રબળ ઈચ્છા જાગે છે. ખબર છે કે આવું બનવાનું નથી. છતાં શ્વાસના ઊંડાણમાં લપાઈને એકલો એ સમય જિંદગીનું મહામૂલું ભાથું બની ચૂકયો હોવાથી વારંવાર સ્મૃતિપટ પર સળવળી ઊઠે છે. એ સમય એટલે વેકેશનમાં મોસાળમાં ભેગાં થવાનો સમય.
આનંદવન - દિવ્યેશ ત્રિવેદી – http://smitatrivedi.in
-Smita Trivedi