જીવન જીવી રહ્યા છે લોકો
છતાંપણ કોરોનાની બીક લાગે છે
ગુમાવી રહ્યા છે પોતાના સ્વજન
જાણે લેવા આવતા યમ લાગે છે
ક્યારે અને કેવી રીતે શું બનશે
દિવસ રાત આવતા વિચાર લાગે છે
કોરોનામાં રાખે છે લોકો સાવચેતી
છતાં પણ જીવવામાં ડર લાગે છે
જીવન જીવી રહ્યા છે લોકો
છતાંપણ કોરોનાની બીક લાગે છે