Shailesh Joshi લિખિત વાર્તા "અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ -1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19910258/adhuri-puja-1
આપણે આપણા પરિવારનાં સબંધો ત્યારેજ સાચવી શકીશુ,
કે,
જ્યારે પણ કોઈ વિષયની ચર્ચા માટે ભેગા થઈએ,
ત્યારેજ,
સમૂહમાં એ ટોપીકની ચર્ચા કરી, સાથે મળી એનું હલ શોધીએ.
પરંતુ
થાય છે, એવું કે, મીટીંગ પહેલાજ, ભેગા થયા પહેલાજ બધા
આ ટોપીક પર, મારે શું બોલવું ?
કે
પેલો કે પેલા આ ટોપીકના હલ વિશે શું બોલશે ?
આવુ બધુ, મનોમન નક્કી કરી, આ વાતનું બીજુ પાસું કે પછી, સત્ય સમજવાની ક્ષમતા ગુમાવી, મીટીંગમાં આપણી એજ વાતને વળગી રહીએ છીએ.
અને
અહીંથી શરૂ થાય છે,
ખટરાગ, મનદુઃખ, કડવાહટ, દુરી, ઈર્ષા, સ્વાર્થ, તિરાડ, અહમ, પડતી અને એકલાપણું.