Shailesh Joshi લિખિત વાર્તા "અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - ભાગ -1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19910258/adhuri-puja-1
આપણને લાગતી, દર્દની પરાકાષ્ટા,
એ દર્દની શરૂઆત પણ હોઈ શકે એ હદે,
કે
આગળ જતાં,
બીજુ કોઈ તો શું ? ખુદ પણ ના રોઈ શકે
એમજ
આપણને લાગતી સામાન્ય
કોઈની હળવી નજર, કે હમદર્દી
શું ખબર ?
બધા દર્દોની દવા પણ હોઈ શકે
એટલે,
બસ ખાલી તુ તારી નજર સુધાર
જે
સાચું-ખોટું જોઈ શકે