લગ્નપ્રસંગે લોકો ધૂમધામથી તૈયારી કરતાં હોય છે. પરંતુ આ બધામાં કોઈએ એ જોયું કે આમાં એવી વ્યક્તિ પણ હોય છે જેના કોઈપણ કારણોસર ડિવોર્સ થયા હોય કે સગાઈ તૂટી હોય ?? હા , જોયાં જ હશે...! પણ કેવી નજરથી ??? સમાજમાં આવા પાત્રોને અશુભ હોય તેવી નજરથી જોતા હોય . શુભ પ્રસંગમાં જ્યારે કોઈ વિધિ કરવામાં આવે ત્યારે આવી વ્યક્તિને તેનાથી દૂર રાખવામાં આવે. શા માટે?? વિધિ જોઈએ તો એક ભગવાનની પૂજા જ છે ને...!! તો તેનાથી દૂર કરવામાં શું અશુભ થાય..??સમાજના લોકો તો ઠીક પોતાના પરિવારવાળા પણ આવું વર્તન કરે. બધા એમ માને છે કે જો આવી વ્યક્તિ શુભ કાર્યમાં સામેલ થાય તો બધું ઊંધું વળી જાય.તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તમારા આવા વર્તનથી પેલી/પેલાને કેટલું દુઃખ થતું હશે???આ અનુભવ ખૂબ જ દુઃખદાયક છે.
આ લખવામાં પણ મારી આંગળીઓ નથી ચાલતી.. આટલું દુઃખ જેના પર વીત્યું હશે તેને કેવું થતું હશે ?? જાણે કોઈએ આપણા શરીરમાંથી હૃદય જ કાઢી નાખ્યું હોય તેવું થાય...આ પીડા જિંદગીમાં કોઈને ક્યારેય પણ ન આવે ..." અનુભવની એરણ પર વીતેલા આ પ્રસંગો મારા હૃદયને તલવારની જેમ ચીરી જાય છે..."
-Juli Solanki