આજ ની પોઝિટિવ સ્ટોરી. એક પત્ની ને રિપોર્ટ માં પોઝિટિવ આવ્યો તો એનો પતિ એને તેમના ઘરે લાવ્યો પછી તેમની પત્ની રડતા રડતા બોલી કે તમે મારી સાથે ના રેશો મારો પોઝિટિવ તમને પણ આવી જશે ને કદાચ તમે મૃત્યુ પામશો...આ સાંભળતા ની સાથે પતિ એ પત્ની નો હાથ પકડીને કીધું અરે ગાંડી તારી સાથે જીવી લીધું તો મરવા માં શેનો ડર...પત્ની કે..મતલબ ...તો પતિ કે તારી સાથે જીદગી જીવતા જેટલો આનંદ મને નહિ આવ્યો એટલો આનંદ મને તારી સાથે મરતા આવશે અને જો આમ સાથે રહેવાથી માણસ મરી જાય તો તારા વગર ની જીંદગી કરતા તો તારી સાથે ની મોત મને વધારે વાલી લાગશે આ સાંભળી પત્ની રડી પડી ને ભેટી પડી સાથે 15 દિવસ રહીને સાથે રિપોર્ટ કરવા ગયા તો નેગેટીવ આવ્યો ...વાત રિપોર્ટ ની નહિ પણ વિશ્વાસ અને પ્રેમ ની છે.
વાત તો એ છે કે લોકો બીમારી ને કારણે ઇન્સાનિયત પણ ભૂલી ગયા છે ...પણ લોકો એ નથી જાણતા કે બીમારી તો આજ છે ને કાલ નથી પણ સબંધ તો જિંદગી ભર રહેશે માટે પ્લીઝ અગર કોઈ ને બી ઘર માં પોઝિટિવ આવે તો સાથ આપો આ એજ સમય છે જ્યાં એ લોકો ને તમારી જરૂર છે...!!🙏🙏

Gujarati Thought by Sapna Bardai : 111701266

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now