સાસરુ એટલે....
નવી રીતભાતનો નવો ખજાનો,
નવા સ્વજનોનો મળતો મેળાવડો,
સુંદર એવુ આ નવિન સગપણ,
બાકી રહેલ જિંદગીનો કિનારો,
નવી જવાબદારીઓનો ભારો,
પાપાપગલીથી મેચ્યોરીટીનો દાવો,
ઘણી બધી ખૂશીઓ અને સંગાથ તારો,,
પણ મહિયર એટલે...
સવારે ઊઠવાનો ના સમય પાક્કો,
બેડ પર નાસ્તો ને મમ્મીની બુમોનો મારો,
મોબાઇલની સિરિયલોને ગીતોનો સિલસિલો,
નાનાસા ધરમાં મારી જ ચિચયાળીઓ,
ઘરની ભીંતો ભીંતમાં મારો જ હુકમારો,
ક્યારેક વિચાર છું,, દુ:ખ તો કયાય ન હતુ..
પણ સુખ,, સુખ કદાચ અધિક હતુ એ બાપુની ઝુંપડીએ મારુ...😊
-nirali polara