આજકાલ એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે. સંબંધો પણ હવે સ્માર્ટ ફોનથી મૂલવાય છે. આપણા શુભ પ્રસંગે કે જન્મદિવસે કોણ આપણા ફોટો તેમના ફોનની સ્ટોરીમાં મૂકે છે? જે મૂકે એ જ આપણા સાચા મિત્ર કે હિતેચ્છુ. જો તમે આવું માનતા હોવ તો તમે એક ભ્રમમાં જીવી રહ્યાં છો.
સાચો સંબંધ હૃદયથી હોય છે નહિ કે સ્માર્ટ ફોનથી. જ્યારે તમે તકલીફમાં હોવ ત્યારે તમારી પડખે જે ઊભું હોય, એ જ તમારો સાચો મિત્ર, હિતેચ્છુ કે સંબંધી. ફોનથી મૂલવાયેલા સંબંધો ફોન સુધી જ સીમિત રહી જાય છે અને હૃદયથી મૂલાવાયેલા સંબંધો જીવનની દરેક તડકી -છાંયડી કે ગંભીર પરિસ્થિતિઓમાં પણ આપણી પડખે ઊભેલાં જોવા મળે છે...