જીવન માં ૪ વાતો યાદ રાખો
**********************
૧.કોઈ ધર્મ નુ અપમાન ના કરશો કારણ કે અલગ અલગ નદી નાળાં પણ અંતે તો એક જ સમુદ્ર માં સમાય છે તેજ રીતે જેને જેમાં વિશ્વાસ હોય તે ધર્મ પારે પણ અંતે તો તે બધા નો પરમાત્મા તો એક જ છે રસ્તા અલગ ભલે હોય પણ મંજીલ તો એક જ છે માટે કોઈ ધર્મ નુ અપમાન ના કરશો
૨.મા બાપ અને વડીલો ને દુઃખ થાય તેવું વર્તન ના કરશો કારણ કે તેમના થી જ આપણે છીએ તે ના હોત તો આપણું અસ્તિત્વ જ ના હોત વાડ વગર વેલા ના ચડે માટે જ મા બાપ ને પગે લાગશે તો તેત્રીસ કોટી તીર્થ સ્થળ જેટલુ પુણ્ય મળશે મા બાપ ના ચરણોમાં જ બધા તીર્થ સ્થળ છે માટે મા બાપ અને વડીલો ને દુઃખ થાય તેવું વર્તન ના કરશો
૩.કોઈ દુખી કે ગરીબ ને કંઈ ખરાબ ના કહેશો કારણ કે તે તન થી ગરીબ હોય છે પણ મન થી નહિ ગરીબ પોતે ખરાબ નથી હોતા પણ તેમનો સમય ખરાબ હોય છે સમય કયારે કોનો બદલાય એ કોઈ ને ખબર નથી હોતી અને બધા દિવસ કોઈ ના સરખા નથી હોતા માટે જ ગરીબ ની મજાક ના ઉડાવવી
૪. ભાઈઓ અને પરિવાર તેમજ વડીલો થી અલગ ના થવું કારણ કે સાવરણી બાંધેલી હોય તો કચરો સાફ કરે છે પરંતુ તેજ સાવરણી ની સળીયો અલગ થઈ જાય તો તેજ સાવરણી કચરો બની જાય છે જાજા હાથ રળિયામણા સંપ ત્યાં સિધ્ધિ માટે જ ભાઈઓ અને પરિવાર સાથે વેર ઝેર ના રાખવુ મુસિબત ના સમયે પોતાના જ કામે આવશે માટે પોતાના થી અલગ ના થવું
જીવન માં સુખ આવે ત્યારે છકી ના જવું અને દુઃખ માં હિંમત ના હારવી, સુખ દુઃખ સદાય ટકતા નથી કે વાત ધ્યાન માં હંમેશ રાખવી આ ૪ વાતો ને ધ્યાન માં રાખવી
ડૉ. અનિલ મિસ્ત્રી
YouTube channel BHRAMGYAN
-Anil Mistry https://www.youtube.com/c/BHRAMGYAN