તું વાવે કે ના વાવે શું ફરક પડે?
બહાનાં બહુજ મળી જશે કે જમીન નથી,પાણી નથી, ઢોર ખાઈ જાય છે,આ બધી જફા કોણ કરે?
પણ સાચું કહું? જેમણે વાવવું છે તે તો ગમે ત્યાં જઈ ને વૃક્ષ વાવી શકે છે? કોણ ના પાડે છે આ દેશમાં?
તમારા નામનું એકાદું ઝાડ આખી જિંદગીમાં ના વાવ્યું હોય તો તેને છાંયે બેસવાનો,ફળ ખાવાનો, ઔષધિ પીવાનો,વેચવાનો અધિકારી નથી કે નથી ફૂલો ચૂંટવાનો
- वात्त्सल्य