જ્યારે કોઈની સાથે નવો સંબંધ બંધાયને ત્યારે તેની સાથે વિતાવેલા દરેક સમયને સ્મરણ રૂપે જકડી રાખવા માંગતા હોઈએ છીએ. પછી એ ચોકલેટના વેપર થઈ લઈને ફિલ્મની ટિકિટ સુધી બધુજ ડાયરીના છેલ્લા પાને કેદ કરી રાખીયે છીએ. દરેક ક્ષણને યાદગાર બનાવવાની કોશિશ કરીએ છીએ. પણ જ્યારે એ સંબંધ તૂટે ત્યારે શું?? ત્યારે સંઘરીને રાખેલી એ દરેક વસ્તુ પીડા આપે છે. યાદગાર બનાવેલી એ દરેક ક્ષણ દુઃખ પમાડે છે. જ્યારે એ ડાયરીના પીળા પડી ગયેલા પાના ફેરવતા એ ચોકલેટ વેપર કે ફિલ્મની ટિકિટ મળે ત્યારે એ વેદના સહન કરવી સહેલી નથી.