#bookreview

પુસ્તક નામ: ક્ષિતિજ ને પાર
લેખક: અવિરત



"ક્ષિતિજ ને પાર" અનાયાસે હાથમાં આવેલું એક પુસ્તક જે "અવિરત" નામના લેખક દ્વારા લખવામાં આવ્યું છે.  પુસ્તક શેના વિશે લખાયું છે એ જણાવતા પહેલા એક વાત કહી દઉં કે, જે લોકોને પુસ્તકના દેખાવ અને એનું પ્રેઝન્ટેશન જોઈને પુસ્તક લેવાની આદત હોય એવા વાચકો માટે આ પુસ્તક કદાચ  નથી.

પુસ્તક વાંચતી વખતે એવું પણ લાગ્યું કે કોઈ વ્યક્તિએ સામાન્ય વર્ડપેડમાં લખેલી સ્ક્રિપ્ટ છાપી દીધી હોય .

"ક્ષિતિજ ને પાર" પુસ્તક એક મોટીવેશનલ પુસ્તક છે. આ પુસ્તકમાં  એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે જો વ્યક્તિ પોતાની અંદર છુપાયેલી ક્ષમતાઓને વિકસાવવામાં ધ્યાન આપે તો એ વ્યક્તિ જીવનમાં અચૂક સફળતા મેળવી શકે.

બીજી મોટીવેશનલ પુસ્તકની જેમ જ આ પુસ્તક પણ જીવનની સફળતા માટે "એકાગ્રતા", "આત્મવિશ્વાસ" જેવા પસાઓના મહત્વને દર્શાવે છે અને સમજાવે છે કે જીવનમાં શું નથી મળ્યું તેની ફરિયાદ કરવા કરતાં, તેના અંગે વિચાર કરી સમય બરબાદ કરવા કરતાં  તમારે જીવનમાં શું મેળવવું છે ?અને હાલમાં તમારી પાસે શું છે? તેમજ તમારી પાસે રહેલી ક્ષમતાનો ઉપયોગ કરી તમે સફળતા કેવી રીતે મેળવી શકો છો? એના  વિશે વિચારતા રહેવું જોઈએ કેમ કે તમારી સફળ થવાની તીવ્ર ઈચ્છાઓ અને સફળતા માટેના સતત વિચાર  જ તમને જીવનમાં સફળતા મેળવવા   માટેના નવા ઉપાયો તરફ   લઈ જાય છે.  

આ પુસ્તક વાંચતી વખતે મને   "જોસેફ મર્ફી" નામના લેખક દ્વારા લખાયેલ  "પાવર ઓફ સબ કોનસિયસ માઈન્ડ"  પુસ્તકની યાદ આવી. જો તમે પણ એ પુસ્તક વાંચ્યુ હશે તો આ પુસ્તકની વાતો કદાચ તમને કોઈ ખાસ પ્રેરણા નહિ આપી શકે.

પુસ્તકની સારી બાબત એ છે કે, આ બધા સફળતાના સૂત્રો લેખકે એક યુવાન  ગરીબ છોકરીના જીવનની સફરને વર્ણવતી  હૃદયસ્પર્શી  વાર્તા દ્વારા સમજાવ્યા છે જેના લીધે તમને પુસ્તક વાંચવામાં થોડો રસ જરૂર પડશે. કેથરીન નામની એક ગરીબ પરિવારની છોકરીને અચાનક  એક ડાયરી મળે છે અને એ ડાયરીમાં લખાયેલ કેટલીક વાતો એના જીવનની  સાચી દિશા  શોધવામાં મદદરૂપ બને છે.

કોઈપણ મોટીવેશનલ પુસ્તક તમારા જીવનમાં ત્યારે જ ફેરફાર કરી શકે, જ્યારે એ પુસ્તકમાં લખાયેલી વાતોનો અમલ તમે તમારા જીવનમાં કરો આ વાતને લેખકે કેથરીનની બદલાતી આદતો અને તેને લીધે તેના વ્યક્તિત્વમાં આવતા ફેરફાર  દ્વારા ખૂબ સારી રીતે વર્ણવી છે. પણ જો તમે કઈક નવું વાંચવાની અપેક્ષા રાખતા હોય  તો આ પુસ્તક તમારા માટે નથી અને  જો તમે  કોઈ બીજાના જીવનમાંથી પ્રેરણા લઈને પોતાના જીવનને બદલી શકતા હોય તો તમારે  એકવાર આ પુસ્તક વાંચવું જોઈએ.

-diya's poetry (Divya modh)

Gujarati Book-Review by Divya Modh : 111719914

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now