The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
*સોબત...* *હંમેશા ઉચ્ચ વિચારોવાળાની કરો.* આલ્બર્ટ આઇન્સ્ટાઇનની *"Theory of Relativity"* ખુબજ પ્રસિદ્ધ થઇ એટલે તેના વિશે લેકચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા... આલ્બર્ટ આઇન્સ્ટાઇન હંમેશા ગાડી લઈને જતા અને ડ્રાઈવર સાથે રાખતા... લેકચર દરમિયાન ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇને સાંભળતો... એક દિવસ ડ્રાઈવરે આઇન્સ્ટાઇને કહ્યું કે તમારી થિયરી એટલી સરળ છે કે હું પણ એના વિશે પ્રવચન કરી શકું.. મેં એટલી બધી વાર સાંભળી છે કે તમારા પ્રવચનનાં દરેક શબ્દો મને યાદ રહી ગયા છે... ત્યારે ગુસ્સે થવાને બદલે આઇન્સ્ટાઇન ખુશ થયા કે એમની થિયરી એટલી સરળ છે કે વિજ્ઞાનનું જરા પણ જ્ઞાન ન હોય એવા લોકો પણ એ સમજી શકે છે.. એ દિવસોમાં મીડિયા એટલું લોકપ્રિય હતું નહિ.. એટલે બધા લોકો આઇન્સ્ટાઇને ઓળખતા હતા પણ મોટાભાગના લોકો એમના ચહેરાથી અજાણ હતા.. એક દિવસ પ્રવચનમાં જતી વખતે આઇન્સ્ટાઇને એના ડ્રાઈવરને કહ્યું કે આજે મારી જગ્યાએ તારે પ્રવચન આપવાનું છે.. ડ્રાઈવરે વૈજ્ઞાનિક જેવા કપડાં પહેરી લીધા અને આઇન્સ્ટાઇન ડ્રાઇવરના કપડાં પહેરીને બંને હોલમાં ગયા.. છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇન ડ્રાઈવરનું પ્રવચન સાંભળવા લાગ્યા.. ડ્રાઈવરે એટલી કુશળતાથી *"Theory of Relativity"* સમજાવી કે કોઈને શંકા ગઈ નહિ. અંતમાં પ્રશ્નોત્તરી થઇ એમાં પણ ડ્રાઈવરે તમામ પ્રશ્નોના સાચા અને સચોટ જવાબ આપ્યા. કારણ કે મોટા ભાગના પ્રશ્નો અગાઉના પ્રવચનોમાં પૂછાય ગયા હોય એ પ્રકારના જ હતા... પરન્તુ અંતમાં એક માણસે એવો સવાલ કર્યો કે ડ્રાઈવર મૂંઝાય ગયો. એ પ્રકારનો સવાલ અગાઉ ક્યારેય પુછાયો હતો નહિ.. ડ્રાઈવરને ચિંતા થઇ કે હવે શું કરવું ? એને થયું કે જો બધાને ખબર પડી જશે કે આઇન્સ્ટાઇની જગ્યાએ એનો ડ્રાઈવર પ્રવચન આપે છે તો સારું નહિ લાગે અને છાપ ખરાબ પડશે... માત્ર થોડી સેકન્ડસ વિચાર કરી, જરા પણ ગભરાયા વિના ડ્રાઈવરે પેલા ભાઈને જવાબ આપ્યો કે *''તમારો સવાલ એટલો બધો સરળ છે કે મારો ડ્રાઈવર પણ એનો જવાબ આપી શકે... મારો ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેઠો છે, હું એને વિનંતી કરીશ કે તમારી સમસ્યાનું સમાધાન કરે...''* આલ્બર્ટ આઇન્સ્ટાઇન પોતે પણ ડ્રાઇવરના જવાબથી આશ્ચર્યચકિત થઇ ગયા. આઇન્સ્ટાઇને પેલા માણસના સવાલનો જવાબ ડ્રાઈવર બનીને આપ્યો અને કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થયો... તમે કેવા પ્રકારની વ્યક્તિ સાથે રહો છો એ ઘણું મહત્વનું છે... આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી વ્યક્તિ સાથે રહેવાથી એક અભણ ડ્રાઈવર પણ હોશિયાર થઇ ગયો હતો... *માણસની સોબત એના જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે...* અને છેલ્લે... વિચારો શ્રેષ્ઠ જ હોવા જોઈએ કારણ કે *દ્રષ્ટિ નો ઈલાજ શક્ય છે,* પરંતુ *દ્રષ્ટિકોણનો નહીં...*
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser