હું કેટલીક વાતોને હવે ભુલવા માંગુ છું,
આ અક્ષરોથી હવે પૂર્ણવિરામ ચાહું છું..

દિલની વેદનાઓમાં બળી રાખ થવું નથી મારે,
પાંપણેથી અશ્રુઓમાં વહાવી દેવા ચાહું છું.

ભીંતર ના દરિયામાં છૂપાયા ઊંડા ઝખ્મોને,
નયનોની પાળ તોડી કિનારે કરવા માંગુ છું..

મનની ભીની માટીના પગરવે પણ હવે,
દરિયાના મોજા ફરી વળે એ તમન્ના રાખું છું..

છે ભીતરમાં છૂપી વેદના સંવેદનાઓ મારી,
હવે એ ઝરઝરીત વિરમરણોની મુક્તિ ચાહું છું..
દર્શના.. રાધે રાધે..

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111764045

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now