"ચા "ની ચાહ

"કેટલી વાર કીધું છે તને કીટલી પર ચા પીવા નહી જવાનું , ઓફિસમાં લાવવામાં આવેલા મશીનની ચા પીવાની . કેટકેટલી ફલેવર લાવ્યાં છે ચા ની . જે ફ્લેવર ગમે તે પી. પણ કીટલી પર ના જઈશ. આટલી મોટી કંપની માં કામ કરે છે. કીટલી પર ચા પીવા જાય તો કંપનીનું ખરાબ દેખાય ." મોટી આઇ. ટી કંપનીના મેંનેજીંગ ડીરેક્ટર માનસીને સમજાવી રહ્યા હતા. પણ માનસી માને તો ને ? કીટલીની ચા નો સ્વાદ મશીનની ચા માં થોડો આવે? એવું માનવા વાળી માનસી બીજા દિવસે કાવ્યા જોડે ફરી કીટલી પર . સાથે કામ કરે એટલે નોકરીમાં અમુક બાબતોમાં માનસી અને કાવ્યા ને મતભેદો ખરા પણ ચા પીવા કીટલી પર તો બંને સાથે જ જાય. આમ ને આમ બે ત્રણ વર્ષ સાથે કામ કરીયું બન્નેએ . પછી તો બંનેના લગ્ન થઈ ગયા. અને બંનેએ નોકરીને બદલે કુંટુંબ ને પ્રાધાન્ય આપ્યું. ધીરે ધીરે પછી તો બંને નો એકબીજા સાથે નો સંપર્ક પણ છૂટી ગયો. અચાનક એક દિવસ કાવ્યાને અમુક કારણોસર સિવિલ હોસ્પિટલમાં જવાનું થયું. ત્યાં તેને બાળકોના વોર્ડ આગળ માનસી મળી ગઈ. ઘણાં વર્ષો પછી માનસીને જોઈને કાવ્યા તો રાજીના રેડ થઈ ગઈ . માનસી પણ કાવ્યા ને મળીને ખુશ થઈ. "ચલ, કેન્ટીનમાં. ચા પીતાં પીતાં શાંતિથી વાત કરીશું. " કાવ્યાની ઓફરને માનસી નકારી ન શકી અને બંને કેન્ટીન માં ગયા . " જો કાવ્યા, મારી દિકરીની માનસિક બિમારીને લઈને મેં ચા તો ક્યારનીયે મૂકી દીધી છે. બસ હવે તો મારી દિકરી સારી થઈ જાય એ જ મારી ચાહ. "ચા " માં હવે મને ચાહ નથી. " કહેતાં જ નર્સનો ફોન આવતા માનસીએ કેન્ટીનમાંથી રજા લીધી. અને માનસીની દિકરીના સારા સ્વાસ્થની કામના કરતી કાવ્યા પણ ત્યાંથી રવાના થઈ.

Gujarati Good Morning by Vihad Raval : 111778633

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now