Free Gujarati Blog Quotes by Vihad Raval | 111786897

ખાનગી રાખવાના બદલે જીવનને ખુલ્લી કિતાબ કરી દીધી.
​​કદાચ એટલે જ લોકોએ વાંચીને એને પસ્તી કરી દીધી..!

એક એવી " મનસ્વી '

"અરે , જો બેટા, પીધો તો પીધો પણ કબૂલ કર્યું એ જ મહત્વનું કહેવાય, આટલી વાત ને મોટું સ્વરુપ ન અપાય અને વળી ભવિષ્યમાં કથને કદી નહી પીવાનું તને વચન પણ આપ્યું છે. જો બેટા , કથન જેવો ભણેલો ગણેલો છોકરો અને તેના જેવો સંસ્કારી પરિવાર તને ફરી નહી મળે. વાત મારી માન. ચૂપચાપ તૈયાર થઈ જા." મનસ્વીની મમ્મી મનસ્વીને સમજાવી રહી હતી. પણ મનસ્વી જેનું નામ .ન માની તે ન જ માની અને સગાઇના દિવસે જ સગાઇ ફોક કરી દીધી. કથન અને મનસ્વીને સગાઓએ મેળવ્યાં હતાં પણ એકબીજાને જોતાં જ જાણે બંને એકબીજાને વર્ષોથી ઓળખતા હોય અને એકબીજા માટે જ ન બન્યા હોય તેવી બંનેને લાગણી થઈ. અને બીજી મુલાકાતમાં તો સગાઇ અને લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ. મનસ્વીએ ફાર્મસી કરેલું હતું અને શહેરની કોઈ પ્રતિષ્ઠિત ફાર્માસ્યુટિકલ કંપનીમાં સારા પગારની નોકરી હતી.જ્યારે કથન પોતાના પપ્પાનો ધંધો સંભાળતો હતો. એમના ગમા અણગમાની વાત કરીએ તો મનસ્વી એકદમ ચાલક હતી અને તેને વ્યસનથી સખત નફરત હતી જ્યારે કથન એકદમ સીધો અને સાવ નિખાલસ હતો. એણે વાતમાં ને વાતમાં કબૂલી લીધું કે એક ભાઈબંધની બેચલર પાર્ટી માં બધાના કહેવાથી ડ્રીન્ક કરેલું પરંતુ પછી કદી કર્યું નથી. કથનને એમ કે હવે તો બધુ નક્કી છે. એટલે થનાર પત્નિને નિખાલસતાથી આ વાત કરી દીધી અને મનસ્વીએ સગાઇ તોડી નાખી. કથન અને તેના પરિવાર માટે આ સમય ખૂબ જ મુશ્કેલ હતો પણ એ સમય પણ નીકળી ગયો. કથનને મનસ્વી કરતા પણ ખૂબ સારી છોકરી મળી અને કથને લગ્ન કરી દીધા. આ બાજુ મનસ્વીએ એક ઓસ્ટ્રેલિયન છોકરાને તમાકુ ખાવાની આદત છે. એમ કહીને ના પાડી દીધી. હવે એ બિચારો પાંચ વર્ષથી તો ઓસ્ટ્રેલિયા રહેતો હતો. એણે તો કહેલું પણ ખરું કે પહેલાં ખાતો હતો પણ હવે ખાતો નથી. પણ મનસ્વી જેનું નામ. છોકરાને લાંબું લટક ભાષણ આપીને રવાના કરી દીધેલો. મનસ્વીના લગ્નની રાહ જોતાં જોતાં મનસ્વીના પપ્પા પણ સ્વર્ગે સિધાવ્યા. કથને ધીરે ધીરે પપ્પાનો ધંધો તો સારી રીતે જમાવ્યો જ પણ સાથે સાથે મમ્મીના પગલે સામાજિક કાર્યોમાં પણ ઝંપલાવ્યું.આવા જ સામાજિક કાર્યોના ભાગ રૂપે કથન ક્યારેક વ્યસનમુક્તિ કેન્દ્રમાં સંલગ્ન વિષયો પર ભાષણ આપવા પણ જતો. બરાબર સાત વર્ષ પછીનું નવજીવન વ્યસનમુક્તિ કેન્દ્રનું દ્રશ્ય : સંચાલિકા માલતી બહેન કથનને એક મહિલાનો પરિચય કરાવી રહ્યા હતા, " કથન, આ મનસ્વી , લગભગ બે વર્ષ થી અહીં પોતાના પતિનો ઇલાજ કરાવવા આવે છે. ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં એને દારૂનું વ્યસન છૂટતું જ નથી. " સવાલો તો મનમાં ઘણાં હતાં. પરંતુ "મોડું થાય છે પછી વાત કરીએ ' એવું માલતીબહેન ને કહીને મનસ્વી સામે કહેવા પૂરતું હસીને કથને સ્ટેજ પર જવા પ્રયાણ કર્યું. પીતો ન હોવા છતાં પણ કોણ જાણે કેમ કથન ના પગ લથડ્યા.

Vihad Raval 6 months ago

Sachi vaat Thx a lot

jd 6 months ago

સત્યની કિંમત જ નથી.... Nice story

Tinu Rathod _તમન્ના_ 6 months ago

ખૂબ જ સરસ લેખન..👏👏👏

Shefali 6 months ago

ખૂબ સરસ અભિવ્યક્તિ 👌🏼

View More   Gujarati Blog | Gujarati Stories