ના નમવાનો શોખ છે , ના કોઈને નમાવવાનો શોખ છે ,
મિત્ર છું , મિત્રો સાથે મિત્રતા નિભાવવા નો શોખ છે .
જિદ્દી છું , પણ જાહિલ નથી હું , જગત આખું જાણે છે ,
ના માનવા નો શોખ છે , ના કોઈ ને મનાવવા નો શોખ છે .
અભિમાની સામે તો એટલે જ મસ્તક રાખ્યું છે ઊંચું !
ના ઝૂકવા નો શોખ છે , ના કોઈને ઝૂકાવવા નો શોખ છે ,
વિનોદ સોલંકી ” મિત્ર ” .