કહો તમે પ્રિયે તો મનડાની  વાત  કરવી છે
 થોડાક શબ્દો માં અંતર  થી રજૂઆત કરવી છે 
આ સવાર ની વેહલી પોળે  મીઠુુંડી  મુરત જોવી છે 
આ  ચાની ચુસ્કી જોડે તમને વાત કરવી છે 
સમીર મંદ મંદ ફૂંકાઈ રહ્યો છે  અને પંખીડા  ગીતો ગાય છે
એ ઝાકળ ની  બુંદે બુંદે મારે  તમને વાત કરવી છે 
આ સવારના કુકડાના કંઠે પ્રેમની  કવિતા  ગાવી છે 
એ મંદિરોની  ઝાલળ ના તાલે  તમને  વાત કરવી છે
આ  પ્રભારકરના કિરણો ની સાથે સંદેશ કેવો છે 
જો હા હોય તમારી તો એક મુલાકાત કરવી છે 
સમી સાંજ ની વેળા  એ એક વાત કરવી છે 
આ નમતા  પોળે  એક  લાગણી ભરી રજૂઆત  કરવી છે 
અંધારી આ રાત માં એક નવી શરૂઆત કરવી છે
જો હા હોય આ દીપકની તો પ્રેમ નો પ્રકાશ કરવો છે 
કહો ચાંદની રાતને કે શીતળતા વરસાવી દે આજે 
બધો  ડર મૂકી  મનની વાત કરવી છે 
આ તારલિયા તો  ટમ ટમી મજાક ઉડાવે છે 
પરંતુ અંતે આજે પ્રેમ  ની આકાશગગામાં  ડૂબકી મારવી છે 
 હા હા પ્રિયે  મંજૂરી હોય આપણી તો પ્રેમ ની શરૂઆત કરવી , એ પ્રેમ ની શરૂઆત કરવી છે ♥️
                                                                                - SÀGAR 🖌️🖌️