આ જોને કિસ્મતે કેવી રમત માંડી છે
હું જ રડું ને હું જ મને છાની રાખું
જાણે સઘળું દર્દ હું મારા માં સમાવું ને
વળી હું ઘણું ખરું મને જ હળવું કરવા પ્રયત્ન કરું
ક્યારેક મને જ હું લાગણીથી તરબોળ કરું
તો ક્યારેક મને જ હું મનાવું કારણકે
હું જાણું છું કે હાલ મને મારો જ સહારો છે અને એ જ
સૌથી વધારે ઉપયોગી બન્યા છે
કારણ કે આ જાણે છે મન મારૂં કે
બહાર તો છે માત્ર દેખાડો અને ખોટો દંભ
તમારો પોતાનો જ તમારી જાત સાથેનો સહયોગ જ
તમને કરશે હંમેશા મદદ....
તમારા સ્વ સાથેના તમારા વિધાયક વલણ જ
તમને આગળ વધારવા માટે તત્પર રહેશે...
જીવનમાં ઘણું પામવાની ઈચ્છાઓમાં
આપણે આપણા સ્વને જ પ્રત્યક્ષ મળી નથી શકતા
માટે ખરું કહું તો ... બિંદુ અનુરાગ
વિકટ સમયે આપણે જ આપણો સહારો બનવું પડશે

-Bindu _Anurag

Gujarati Blog by Bindu _Maiyad : 111853907

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now