'રજા ચિઠ્ઠી'
યાદ કરો... આપણે શાળામાં એક દિવસની રજા પાડવી હોઈ એટલે કે, એક દિવસની રજાની જરૂર હોઈ તો સાહેબને કહીએ કે, મારે એક દિવસની રજાની જરૂર છે. સાહેબ કહેતા કે, "રજા ચિઠ્ઠી લખીને આપી દો, એમા વાલીની સહી પણ લેતા આવજો" આ શબ્દો આપણે સૌએ શાળામાં અવશ્ય સાંભળ્યા છે. ભલે માથેથી સમયનાં થર લાગી ગયા પણ એ શબ્દો આજે પણ ક્યારેક કયારેક કાનમાં ગુંજે છે.
પછી એ રજા ચિઠ્ઠી આપણે આપણી આજુબાજુ રહેતા વિદ્યાર્થી સાથે મોકલી દેતા. બધી રજા ચિઠ્ઠી બારી પાસે એક સાથે બાંધી રાખતા.મજા આવતી પણ હો