અમે ઝીણી આંખોવાળાના પ્રદેશમાં યાને કે સિક્કીમ,દાર્જિલિંગ ફરીને આવ્યા, ત્યાંનું થોડુક ' બુઠ્ઠાદાર ' (તમે લોકોએ અત્યાર સુધી ' ધારદાર નિરીક્ષણ' એવુ વાંચ્યું હશે),પણ તિક્ષ્ણ હાસ્ય નિષ્પન્ન કરે એવુ નિરીક્ષણ:

_અમે ઘરે આવ્યા એટલે બધા : હવે તો ' આંખો ' આખી ખોલો...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃
_ દાર્જિલિંગમાં સૂર્યોદય જોવા ગયા તો જોયું કે બધાના હેન્ડગ્લવ્સની આંગળીઓ નો ભાગ ભીનો હતો, કેમ? કેમ કે બધાના નાક ગળતા હતા...
(એવું ના પૂછતા કે તને ક્યાંથી ખબર, અમે ય એવુજ કરતા હતા)...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃
_ વજન માં ' ભારે ' યાક (બર્ફિલા પ્રદેશ નું પ્રાણી, જેની ઉપર સવારી કરી શકાય છે અને ભેંસ જેવું દેખાય છે) પર હું જેવો બેઠો એટલે યાકે ડોકું ધુણાવ્યું, યાક વાળાને પૂછ્યું કે ' યાક કેમ મોઢું ધુણાવે છે?'
તો કહે " ઓવરલોડ ના પાડે છે "
પછી મને ' અતિ ભારે ' યાક પર બેસાડવામાં આવ્યો ...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃
એવુંજ પ્લેન માં પણ થયુ: વિમાને જેવી ગતિ પકડી એટલે બેલ્ટ કાઢ્યા પછી હું ' આંટો ' મારવા ઊભો થયો, આંટો માર્યા પછી જેવો સીટ પર બેઠો કે વિમાન એજ બાજુએ ઝૂકી ગયુ, મિત્ર કહે હવે સામેની સાઈડે બેસી જા,
વિમાનને બેલેન્સ કરવું પડશે...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃
દાર્જિલિંગમાં જનરલ ટોઇલેટ માં લખેલું હતું;
Short toilet: 5 rs
Long toilet: 10 rs
હવે આનું શું સમજવાનું...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃
' સર, ઉપર દેખીએ, કિતના અચ્છા નજારા હે,'
ડ્રાઈવરે અમને બધાને કહ્યું,
એટલા માં ગ્રુપ માંથી કોઈ ' બટકબોલી ' એ ફિલોસોફી ઝાટકી:
' હંમેશા ઉપર જઈએ એટલે નીચે ખાસ જોવાનું , કે આપણે ક્યાંથી ઉપર આવ્યા છે '
આમ કહીને નીચું જોવા ગઈને તગારૂ ભરીને ઉલટી કરી,બોલો...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😃


.
.
.
જતીન ભટ્ટ (નિજ)
94268 61995

Gujarati Funny by Jatin Bhatt... NIJ : 111865431

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now