માર્ચ મહિનો ખગોળશાસ્ત્રીઓ અને સ્ટારગેઝર્સ માટે રોમાંચક રહ્યો છે! ૧ અને ૨ માર્ચે જ્યુપિટર અને વિનસ કંજકશન જોવા મળ્યુ હતું! હવે માર્ચ મહિનામાં જ અન્ય એક ખગોળીય ઘટના બનવા જઈ રહી છે! ૨૮ માર્ચ, ૨૦૨૩ની આસપાસ(એટલે કે ૨૮ માર્ચ પહેલાંના કેટલાક દિવસો અને ત્યારબાદના કેટલાક દિવસો) સૂર્યાસ્ત બાદ પાંચ ગ્રહો જ્યુપિટર, મર્ક્યુરી, વિનસ, યુરેનસ અને માર્સ પશ્ચિમ દિશા તરફ જોવા મળશે! આ ગ્રહો ચંદ્રની નજીક અને સીધી રેખામાં નહીં પરંતુ એક ચાપ આકાર(અર્ધ વર્તુળ જેવુ પણ કહી શકાય) બનતો હોય એ રીતે ગોઠવાયેલા જોવા મળશે! ૨૮ માર્ચે દરેક ગ્રહોને સષ્ટ રીતે જોઈ શકાશે!

દૂરબીન અથવા ટેલિસ્કોપ ધ્વારા વધુ સારી રીતે જોઈ શકાશે અને નરી આંખે પણ જોઈ શકાશે!

આ પ્રકારનું કંજકશન ત્યારે થાય છે જ્યારે એક જ સમયે ગ્રહો સૂર્યની આસપાસની લંબગોળાકાર ઓર્બિટને કારણે એકબીજાની નજીક અને સૂર્યની એક તરફ આવી જાય છે!

-નીલકંઠ

Gujarati Blog by નીલકંઠ : 111866107
Srusti 1 year ago

Thank you for this knowledge

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now