જાણું છું કે
*માર્ચ એન્ડ* આવશે
પણ શું કરું...?
સતત નફો આપતા ...
દોસ્તીના સંબંધોનો
હિસાબ શું કરું...???
ક્યારેય
*દોસ્તી* નો
*હિસાબ કિતાબ*
લખ્યો નથી ચોપડામાં ,,,
બસ લખ્યું છે
*દોસ્તોનું નામ*
ચોપડામાં ,,,
દરેક પાને
બસ
*નફો જ નફો*
દેખાય છે ,,,
*સુખ દુ:ખ* નો
ક્યાં *હિસાબ*
રખાય છે...???
મિત્રોના નામથી
શરુ કરી ...
મિત્રોના નામથી જ
પૂર્ણ થાય છે . . .
*દોસ્તી અને વિશ્વાસ*
થકી જ ખાતાવહી
સંપૂર્ણ થાય છે . . .
ખુબ જ નફો કર્યો છે
એટલે ...
*ઓડીટ* ને
પાત્ર થાય છે
*આપણી દોસ્તી* ....
*હેત , પ્રેમ , વિશ્વાસ*
અને *ભરોસા* નો
ટેક્સ ભરીને ...
સદા બહાર
ધમધમતી રાખીએ
*આપણી દોસ્તી*...
🌹🤝🏽🌹