લઘુ વાર્તા
Revenge
એ એનેસ્થેસિસ્ટ હતી, રાત દિવસ દોડાદોડી, કામ ઘણું સારુ એટલે ઓર્થોપેડીક સર્જન એને જ પ્રિફર કરતા,
એક દિવસ ઇમરજન્સી કોલ આવ્યો, કોઈ યુવાન ને ભયંકર એક્સિડન્ટ
થયો હતો, ભાન માં તો હતો પણ મોઢું છુંદાઈ ગયું હતું , મલ્ટીપલ ફ્રેકચર પણ હતા,...
એણે એનું કામકાજ ચાલુ કરી દીધું, ચાર કલાક સુધીનું એનેસ્થીસ્યા આપી દીધું, ઓપરેશન સક્સેસ રહ્યું, હજુ બીજા ઘણા ઓપરેશન કરવા પડશે એવું લાગતું હતું,...
બીજા દિવસે એ યુવાન ને જોવા ગઈ( જે એના ફરજ ના ભાગ રૂપે હતુ), યુવાન ભાન માં હતો ,
રૂમ માં કોઈ ન હતુ,
' પ્રણય, ઓળખાણ પડી?, હું પ્રણોતિ, તારું મોઢું તો છુંદાઈ ગયું હતું પણ તારા ડાબા હાથમાં 6 આંગળીઓ છે એના પરથી તને ઓળખી ગઈ, તેં મારા જેવી કેટલીય યુવતીઓની જિંદગી બરબાદ કરી નાંખેલી છે, હજુ પણ કરતો રહ્યો છે, કેટલીય યુવતીઓએ તારા લીધે આપઘાત કરવો પડ્યો છે, મારી પાસે મોકો હતો બદલો લેવાનો, પણ પછી મેં આખી રાત વિચાર કર્યો કે મારું પ્રોફેશન શું છે, મારાથી બદલો લેવાય કે નહી, મનમાં એવું પણ થયુ કે સમાજ પ્રત્યે મારી પણ કોઈ જવાબદારી છે , તારા જેવા વાસના ભૂખ્યા વરુ ઓને સમાજ માં છૂટો મુકાય જ નહીં, ધારતે તો ઓવરડોઝ આપી બદલો લઈ શકત, પણ સાંભળ મિસ્ટર પ્રણય, કુદરતે તને સજા આપી જ દીધી છે, તારી કરોડરજ્જુ ના બધાજ મણકા એટલે ગાદી રપ્ચર થઈ ગયેલી હાલતમાં છે ,હવે જિંદગીભર તું પથારીવશ જ રહીશ' ,...
ભયંકર આક્રોશ થી પ્રણોતી બોલતી રહી અને પ્રણય ની આંખોમાંથી પશ્ચાતાપ ના આંસુઓ વહેતા રહ્યા....
.
.
જતીન ભટ્ટ ( નિજ)
94268 61995
ડૉક્ટર હંમેશા જીવ બચવવાનો કામ કરે છે, એ બદલો ઈચ્છા હોય તો પણ નહી લઈ શકે,
આજકાલ આવા ભૂખ્યા વરુઓ સમાજ માં છૂટા ફરે છે અને કાનૂન એને સજા અપાવી શકતો નથી, કારણકે આપણા કાયદાઓમાં લૂપ હોલ ઘણા હોય છે અને આવા તત્વો એનો લાભ ઉઠાવી ને છુટા ફરતા હોય છે,
ઘણા લોકો ની ઈચ્છા હોય છે out of way જઈને બદલો લેવાની, પણ........,..
આ સ્ટોરી સંપૂર્ણ કાલ્પનિક છે,