બેંગલોર શહેરી વિસ્તાર નો અનુભવ
########
નજીકનાં મંદિર ની મુલાકાતે.
અહીં બેંગ્લોરમાં અમદાવાદ કરતાં હવા ઘણી અલગ છે. અત્યારે સવારે 7 વાગે 22 ડિગ્રી! અમદાવાદ ના નવેમ્બર ની સવાર જેવું.
અહીં ગુજરાત કરતાં ઘણું પૂર્વમાં હોઈ સૂર્ય સવારે 6 વાગે ઉગે, સાડા છ એ તો તડકો! સાંજે સવા છ પછી સૂર્યાસ્ત અને પોણા સાતે તો અંધારું!
ગુજરાત પાસેથી બેંગલોરે ઘણું શિખવાનું છે. અમારી નજીકમાં વર્થૂર લેક છે. કુંભવેલ થી ભરાઈ ગયું અને ગંદકી થી ખદબદે. મ્યુનિ. એ કુંભવેલ કઢાવી સાફ કર્યું તો ફરી કુંભવેલ ઊગી ગઈ! સત્તાવાળાઓ રિવર ફ્રન્ટ કે કાંકરિયા જેવું ધારે તો બનાવી શકે.
માનો છો, કાલે વર્થુર થી ફોરમ મોલ, 3 કિમી જતાં 32 મિનિટ લાગી! ત્યાં ફ્લાયઓવરની યોજના બને, એને પડતી મુકાય, એક સરકાર બદલે એટલે આગલીના બધા નિર્ણય ઝીરો! રસ્તે ' એ લોકો ' નું દબાણ દુકાનો, એના ઓટલા, ચાદર , હાર્ડવેર વ. વેંચતી દુકાનો દ્વારા અને રસ્તો ટુ ટ્રેક માં પણ સાંકડો. એક ની પાછળ બીજી કાર બમ્પર ટુ બમ્પર જઈ શકે. વચ્ચે સિમેન્ટ ની પાળી અને એની બેય બાજુ સપોર્ટ ની આપણા પગલાં જેટલી આડી પાળી એટલે કારને ડીવાઈડર અડે નહીં એટલે એનાથી 6 ઇંચ દૂર, છે ઇંચ પેલો ડીવાઈડર, ચારેક ઇંચ પાળીની જાડાઈ અને બેય બાજુ બે અઢી ફૂટ એ લોકોના ખાટલા વગેરે , એની પાછળ દુકાનો.
આમ તો રવિવારે લોકો બહાર જવું હોય તો 4 સુધીમાં નીકળી જાય. 5 થી 10 આવો અતિ સ્લો અને ગીચ ટ્રાફિક હોય.. મોલની વાત અન્ય પોસ્ટમાં.
મંદિરમાં પૂજારીઓ પીળું વસ્ત્ર આંખે શરીરે લપેટે, આરતી લો એટલે તમારે માથે મુગટ મૂકી આશીર્વાદ આપે, પડિયા માં ભાતની વાનગી કે દાળિયા ખારેક નો પ્રસાદ. દરેક મંદિરમાં નવ ગ્રહો ની મૂર્તિઓ.
ફોટાની લિંક મુકું છું.
https://quickshare.samsungcloud.com/9fO2GKvMMeJD