વિસ્ટાડોમ કોચ માંથી મારી શ્રીમતી કુમૂદે લીધેલ તસ્વીરો. કોચ ઉપર છતમાં કાચની પટ્ટીઓ, છેક છત થી સીટ સુધીની બારી, પાછળ નું પેડલ દબાવી 360 અંશ ઘૂમી શકતી સીટ જેને યાત્રીઓ 90 ડિગ્રી ફેરવી બારી સામે રાખતા હતા, બપોરે તડકો આવે તો ખેંચવાનો પડદો, કોચ ની અંદર જ ચા કોફી, બિસ્કીટ , વેફર જેવું વેચતો સ્ટોલ, કોચ ની બેય બાજુ બંધ ભીંત ને બદલે ખુલ્લો કાચ જેથી જતી ટ્રેન માં આગળ કે પાછળ જોઈ શકાય , સામે ઇન્ડીકેટર માં ટ્રેનની સ્પીડ અને હવેનું સ્ટેશન જોઈ શકાય જેવી સુવિધાઓ હતી. ટ્રેન ઘાટ વચ્ચે ભોંયરાઓ માંથી પસાર થાય છે, મોટી ખીણો અને વિશાળ નદીઓ આવે છે. ક્યાંક પર્વતો પર તડકા કે બીજા પર્વતના પડછાયા ને લીધે લીલા રંગના અલગ અલગ શેડ જોવા મળ્યા.
આખા રસ્તે માત્ર મેંગ્લોર 20 મિનિટ ઊભી, બાકી બધે 2 મિનિટ જેવું જ. મેંગ્લોર માં યાત્રીઓએ નીચે ઉતરી ભાત ના ફોઇલ લેવા પડાપડી કરી. અમે તો irctc નું ઓનલાઈન ઓર્ડર કરેલ તે જગ્યા પર મેંગલોર આપી ગયા. બપોરે ચા અંદર એ સ્ટોલ ની જ પી લીધી. સવારે 7.10 મરૂડેશ્વર થી ઉપડી છેક રાતે 9 વાગે યશવંતપુર ઉતર્યાં.
હા, શરૂમાં દૃશ્યો માણવા ટ્રેન 35 કિમી ની સ્પીડે જતી હતી જે મેંગ્લોર પછી ક્યારેક 102 જેવી સ્પીડ પકડતી. તો પણ યશવંતપુર સ્ટેશન ખાસ્સી મોડી પહોંચેલી. એ સ્ટેશનની આગળ અમદાવાદ એરપોર્ટ જેવી સફેદ જાળી કરી છે, પ્લેટફોર્મ 6 તરફ મેટ્રો સામેથી જ એન્ટ્રી છે અને કોઈ બજાર તરફનો રસ્તો સદંતર બંધ છે જે ટેક્સી વાળાઓનો ફેવરિટ હોઈ બધા જ ત્યાં જઈ પાછા આવતા અને આપણું બુકિંગ ફોન લીધા પછી પણ કેન્સલ કરતા હતા. અહીંની નમ્મા યાત્રી એપ રિક્ષા કે ટેક્ષી માટે છે તે બકવાસ છે. બેંગલોર જાય તેને માટે.
ખૂબ લાંબા રન માં પાછળથી થાકી જવા સિવાય આ મુસાફરી enjoy કરી. એકતરફી મેંગ્લોર થી મરૂડેશ્વર કે બેંગલોર થી ઉડીપી સુધી જ આ મુસાફરી કરવી સારી રહે. 14 કલાકનો રન અને બીઝી લાઇન ને લીધે ઉપર બીજી 30- 40 મિનિટ મોડી થાય તો થાકીને ટેં થઈ જવાય .
બસ, માણી લીધી એ મુસાફરી. આપણે અમદાવાદ થી કેવડીયા વિસ્ટાડોમ જાય છે. નર્મદા જિલ્લો પણ આવો જ લીલો છે.
લિંક મૂકી તે ફોટાઓ જુઓ
https://photos.app.goo.gl/RmKfUKQwVYtyuBUX9