કવિતા

અંતરને અધરો વચ્ચે અટવાયા સ્વરનો આભાસ છે કવિતા.
કૈક અધુરી આશનો માહ્યલે ગરજતો પ્રત્યાઘાત છે કવિતા.

ક્યારેક મિલન તો ક્યારેક વિરહની ક્ષણોને કવન કેદ કરીલે,
કાગળ શ્યાહીની સાક્ષી અનોખો ભરાતો દરબાર છે કવિતા.

નથી એ કોઈ શસ્ત્ર છતાં ઊંડા ઘા નો પ્રહાર ધારદાર એ,
શબદ તણા ઝરુખા નગરે અલગારી બાગબાન છે કવિતા.

લહિયો હો તે જ જાણે અન્ય ના કોઈ હ્રદય આહ જાણે,
મંદિર તણા પવિત્ર ભાવે કંડારાતી એક અરદાસ છે કવિતા.

મૌનને વાચા આપતી અસંખ્ય લાગણીને મારગ દેખાડતી,
નિહન પંડ પડ્યા કાટમારનો અક્ષરીય ઓથાર છે કવિતા .

#નિમુ_ચૌહાણ_નિહન
#વિશ્વ_કવિતા_દિવસ
21!3!24

-Nimu Chauhan Nihan

Gujarati Poem by Nimu Chauhan Nihan : 111923348

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now