“વાંચન એટલે શબ્દો સાથે મૈત્રી.”
“જે સાક્ષર છે પણ વાંચવાની ટેવ નથી તો તે નિરક્ષર સમાન ગણાય.”
દોસ્તીની વ્યાખ્યા સમજાય કે ન સમજાય પણ આજ કાલ મૈત્રી કે દોસ્તીનો ક્રેઝ હરણફાળ જેવો થઇ ગયો છે.હું માનું છું કે પુસ્તકો સાથે પણ મૈત્રી થવી જોઈએ.વાંચન સાથે દોસ્તી કરવાથી લાગણી,અહેસાસ જીવન રીતી જેવા ભાવો તથા નવ રસોનું જ્ઞાન પણ આવે છે. આપણી આસપાસ રહેલી દુનિયાને સમજવા માટે વાંચન ખુબ જરૂરી છે.
પુસ્તકો આપણને ભૂતકાળ,વર્તમાન કાળ અને ભવિષ્ય કાળની સફર કરાવે છે. જે સાહિત્યકારો,લેખકો, દ્રશ્યો,સૃષ્ટિ કે વાતાવરણને આપણે જોયું નથી કે માણ્યું નથી છતાં વાંચનના શબ્દો થકી મળ્યાનો અનુભવ થાય છે. જે યુગ તમે જોયો નથી એ યુગમાં તમે વાંચન થકી પ્રવેશ કરી ને તેની દુનિયા જાણી ને માણી શકો છો.
આપણા જીવન ધોરણને સમજવામાં તેમજ પોતાની જાતને પારખવામાં વાંચન મહત્વનો ભાગ ભજવે છે. ‘સંકટ સમયની બારી એટલે વાંચન’ આપણે જે કઈ જીવન જીવીએ છીએ તેમાં પૂર્વેના દ્રષ્ટાંત ભાગ ભજવતા હોઈ છે. જે આપણને વાંચન થકી મળે છે.એટલે વાંચનને પણ જીવનનો ભાગ બનવો જોઈએ.
અસ્તુ
Nikymalay
#Reading