વિશ્વ ટપાલી દિવસ…
ખાખી ડ્રેસ પહેરી
ટપાલી આવતા
આનંદ ઊમળકાથી
સહુને ટપાલ આપતા
ઘંટડી વગાડતાં સાયકલ
પર આવતા
બાળકો ભેગા થઇ
તેમની પાછળ દોડતા
કયારેક ખુશીના તો ક્યારેક
માઠા સમાચાર લાવતા
કયારેક આનંદથી ક્યારેક
ઊદાસી થી આંખો છલકાવતા
અતીતના એ સંભારણાં
વીતી ગયા જમાના
મોબાઈલનાં યુગમાં હવે
બધા રહી ગયા નામના…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111953683
Falguni Dost 2 years ago

હવે તો બસ એ યાદો જ રહી.. એ ટપાલી દિવાળી કાર્ડ લાવતા અને કોનું સુંદર કાર્ડ એ ખુશી શબ્દોથી n વર્ણવી શકાય.. 👌🏻👌🏻🙏🏻

Divyesh Patel 2 years ago

ક્યારેક જો ટિકિટમાં પડે લોચા તો દંડ રુપિયો ૧ ભરાવતા....

Shefali 2 years ago

વાહ.. સાચું

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now