મોળો સમય હતો મારો આ જુનાં વર્ષમાં,
માંડ ધીરે ધીરે પાછળ ઓગળતો ગયો,

દર્દની દવા કોણ આપે આ જુનાં વર્ષમાં,
લાગેલાં ઘા‌ ધીરે ધીરે રૂજાતા સુઇ ગયો,

લાગણીઓ વચ્ચે ફસાયો‌ આ જુનાં વર્ષમા,
સળગતો ધીરે ધીરે બુજાતો ઠરી ગયો,

કોઈ ના પૂછે મારી વાત આ જુનાં વર્ષમા,
ઉભો થયોને ધીરે ધીરે આગળ વધતો ગયો,

આવી પહોંચ્યો સાદગી સાથે આ‌ નવાં વર્ષમાં,
મસ્ત બન્યો ધીરે ધીરે સમજતો આગળ ગયો..

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111954936
મનોજ નાવડીયા 2 years ago

ખૂબ જ આભાર આપનો 🙏

Mrs Farida Desar foram 2 years ago

ખૂબ સરસ... ખૂબ શુભેચ્છાઓ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now