સખત તાપમાં જિંદગી બાળી છે,
જિંદગીને આપી અમે હાથતાળી છે.

નથી જોયું કે જાણ્યું એવું કાંઈ નથી,
અમે ક્યાં કોઈની વાતને ટાળી છે.

વાતે વાતે રંગ બદલે તો શું થયું,
રાત તો અમાસ રહેવાની કાળી છે.

જિંદગી હાર જીતમાં વિતાવી બસ,
ક્યાં કોઈ ટેવને આજીવન પાળી છે.

ભમરા, ફૂલ, બાગનાં વખાણ સૌ એ કર્યા,
નાં પૂછ્યું કોઈએ નામ ઠામ એ માળી છે.

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
"રાહગીર".

Gujarati Poem by રોનક જોષી. રાહગીર : 111965706

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now