સુંદર વિચાર
વિચારીને બોલશો તો થુંકેલું ચાટવું નહિ પડે
સાચું બોલશો તો બોલેલું યાદ રાખવું નહિ પડે.
સમયસર રહેશો તો ક્યારેય ભાગવું નહિ પડે,
દિવસે મહેનત કરશો તો રાત્રે જાગવું નહિ પડે.
નીતિવાન હશો તો મંદિર સ્થાપવું નહિ પડે
તમે પ્રમાણિક હશો તો વચન આપવું નહિ પડે.
જો સારા જ હશો તો સારા લાગવું નહિ પડે,
અને સંતોષી હશો તો ઈર્ષાથી દાઝવું નહિ પડે.
દૃઢ હશો તો કોઇના તાલે નાચવું નહિ પડે,
આચરણમાં શુધ્ધ હશો તો મન માંજવું નહિ પડે.
દિલ મોટું હશે તો ઘરનું કદ માપવું નહિ પડે,
મન ખુલ્લું હશે તો બીજું કશુંય ઢાંકવું નહિ પડે.
🙏
- Umakant