આંખોમાં ઊંઘ આંજીને આવી છે
કદાચ રાતભર જાગીને આવી છે
પાંપણ પર હજી ભેજ રહી ગયો છે
શમણાંમાં કોઈને તાગીને આવી છે
હથેળીમાં ચેહરો ઢાળી દે છે એ
કોઈને મનાવી થાકીને આવી છે
ઊડતા કેશ સંભાળી રહી છે એ
હવા પર ભાર રાખીને આવી છે
વાતચીતમાં મૌન રહીને સખીઓથી
એ એની રજેરજ જાણીને આવી છે
એની આસપાસ રહે છે ફક્ત સુગંધ
એ બગીચામાંથી ચાલીને આવી છે
રાતે શું થયું એની કોને છે ખબર
એ ચાંદનીને ગાળીને આવી છે
આવે છે એજ ટોળામાંથી સુગંધ
શોધો કોણ મહેંદી પાળીને આવી છે
#rushil
©RD