પ્રકૃતિ તારો પ્રેમ, તારી અદ્દભૂત છે હૂંફ,
વૃક્ષો, પર્વતો, અને નદીઓ છે તારા રૂપ...
હરિયાળી પર્ણો થી રંગાયેલી ધરતી,
તારા સ્નેહમાં રમે છે સમગ્ર જીવનમૂર્તિ...
સૂર્યનાં કિરણો અને ચંદ્રની ચાંદની,
પ્રકૃતિના આ રમણીય દ્રશ્યો,
જગતની શાંતિની કાજલધુની..
ફૂલોની ખુશ્બૂ અને પવનની ઠંડક,
પ્રકૃતિનાં આ પ્રેમથી મન થઈ જાય આનંદક...
અખૂટ દરિયો અને ઋજુ પર્વત,
તારા કિનારે મળે જીવનનું અમૃત...
હે પ્રકૃતિ, તારો મહિમા છે અપરંપાર,
કરી આલિંગન તને વ્યકત કરું આભાર વારંવાર...❤️