શબ્દો થકી સત્કર્મ
મોટા ભાગના લોકો વ્યર્થ જ બોલતાં હોય છે. શબ્દોનું કોઈ મૂલ્યાંકન આંકતુ નથી.
નેકી વ્યર્થ નહીં જાતી, હરી લેખાં જોખા રખતે હે,
ઔરો કો ફુલ દીયે જીસને, ઉસકેભી હાથ મહેકતે હે...
સારાં કર્મ કરતાં રહો. કર્મ જ માણસને સજ્જન મનુષ્ય બનાવે છે. ખોટાં કર્મને ઓળખતાં શિખો અને એને સામે બાથ ભીડી દો. એને ત્યાં જ થોભાવી દો, એને આગળ વધવા ના દો.
આપણાં બધાં પાસે આપણાં કપડામાં એક ખીસ્સુ હોય છે અને એ ખીસ્સામાં શું રાખતાં હોય છે? પૈસાનું પોકેટ કે રૂપિયા. એનાં વગર આ જીવન ચાલતું નથી.
એવી જ રીતે આ શબ્દો પણ હું ખીસ્સામા રાખીને ફરું છું. આ શબ્દો ઘણાં મુલ્યવાન છે.આપણને જરુરીયાત હોય ત્યાંરે જ રૂપિયા બહાર કાઢીએ છીએ. એવી જ રીતે આ શબ્દોને ગમે ત્યારે બહાર ના કઢાય. એ તો જ્યારે જરૂર હોય ત્યારે જ સત્કર્મ માટે બહાર કાઢવા જોઈએ.
મનોજ નાવડીયા