કલમ હાથમાં હોય પણ શબ્દો એમ જ થોડા લખાય જાય છે.
દિલમાં દર્દ ભર્યું કે છલકે ખુશી ત્યારે કાગળે ઉતરી જાય છે.
જુદાઈ તને દર્દ દેતી હશે! તો પછી તારું દિલ ક્યાંથી ખુશ રહેતું હશે.
ભલે રહેતી હશે બન્ને વચ્ચે દુરી પણ હૈયે નજદીકી રહેતી હશે.
જમાનો ક્યાં સમજે દિલનું દર્દ! એતો ઉહાપોહ કરી જાણે છે.
જો બે હૈયાને કદી મળવા દીધાં નિરાંતે! બસ બુદ્ધને પછી ખુશ થતાં ભાળ્યા છે.
મારી ઝંખના કદી આ ધરા પર યુદ્ધ કરીને પામી લેવાની રહી નથી.
પ્રેમથી જ પ્રેમ પામ્યો પ્રત્યેક જણ યુદ્ધથી તો હૈયાં રક્તરંજિત થતાં જોયા છે.
જીવનપંથ પર બસ ચાલવાનું મંઝીલ શું મળશે કદી જાણ્યું નથી.
પંથ પર જે મળ્યા મમત્વથી બસ તે મારા છે તેનાથી વિશેષ હરિ કશું જાણ્યું નથી.