આજે 3જી જૂન, એટલે કે 'વિશ્વ સાયકલ દિવસ'. ચાલો મારા બાળપણનું ગીત વાંચી લઈએ.😊
સાયકલ મારી સ..ર..ર..ર જાય,
ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય.
ડોશીમા ડોશીમા આઘા ખસો,
નહીંતર વચમાં ચગદઈ જશો.
રસ્તામાં છીંકણી ના સૂંઘાય,
વાતોમાં સાયકલ વાગી જાય…સાયકલ મારી….
મોટા શેઠ મોટ શેઠ આઘા ખસો,
પાઘડી પડશે તો ગુસ્સે થશો,
ચોપડા ચીતરી ચાલ્યા બજાર,
આઘા ખસીને કરજો વિચાર…સાયકલ મારી….